મેકઅપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે,
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
એ તારી અણિયાળી આંખો મને ગમે છે,
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
તારી કાળી કાળી લટ ની ઝુલ્ફો મને ગમે છે,
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
તારા એ ગુલાબી હોઠો પણ મને ગમે છે,
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
ક્યારેય નહીં આવે "અંત" તારા વર્ણનનો,
ગજબ નો જાદુ રહેલો છે એ તારા "પ્રેમ માં",
પણ હા તુ જેવી છે એવી જ મને ગમે છે... - DARSHAN
તમે મન મુકીને વરશો જાપટુ આપણ ને નહીં ફાવે...
અમે તો હેલી ના માણસ માવઠું આપણને નહીં ફાવે...
કહું તો માછલી ની આંખમા ડુબકી દઈ આવું,
પણ આ છીંછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે...
તુ નહીં આવે તો તારું ના આવવાનું પણ ફાવશે અમને,
પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે...
તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,
તું દિલ આપી દે પાછું આપણને નહીં ફાવે... - ખલીલ ધનતેજવી
ઘણાં દિવસો થી દિલમાં એકવાત છુપાવી ને રાખી છે...
જો એવાત હું તને કહી દઉં...
તો તારો જવાબ શું હશે...?
માગું જો હું મારા દરેક સુખ દુ:ખ માં તારો સાથ...
તો તારો જવાબ શું હશે...?
મુકુ જો હું તારી સામે એક પ્રેમભરી મુલાકાત માટે નો પ્રસ્તાવ...
તો તારો જવાબ શું હશે...?
કરી દઉં જો હું મારા પ્રેમનો ઈઝહાર...
અને માંગુ જો હું જન્મો-જનમ માટે તારો સાથ...
તો તારો જવાબ શું હશે...?
લખે આ "કાનુડો" એની રાધા માટે...
તો રાધા તારો જવાબ શું હશે...? -…
તારા હોઠની સરહદ લખું કે,
તારા ગાલોના ખાડા લખું?
તારી અણિયાળી આંખો લખું કે,
તારા કમાન જેવા નેણ લખું?
તારું ધારદાર નાક લખું કે,
તારી જીભને ધારદાર લખું?
તારી કાન પાછળની લટ લખું કે,
તારા કમર સુધીના વાળ લખું?
હું શું લખું તારા વિશે કે!!
તું આવી નહિ એમ લખું કે,
આ વાત અધૂરી લખું? - DARSHAN
સાંભળ ને વાત જાણે એમ છે,
મને તારા થી પ્રેમ છે.
દુનિયા પુછે છે આમ કેમ છે?
પણ સારું છે કે તારો સંગાથ છે.
પ્રેમની આ પરીભાષા માં એક અલગ વાત છે,
મનના મંદીરમાં તુ કંઈ ખાસ છે.
રહુ અંધકાર માં હું જ્યારે ત્યારે મારી આંગળી તુ પકડે છે,
જીંદગી ના સફર માં જાણે તું કંઈ ખાસ છે. - DARSHANMORE POETRY TAP THIS LINK
Social Plugin