તમે મન મુકીને વરશો જાપટુ આપણ ને નહીં ફાવે...


અમે તો હેલી ના માણસ માવઠું આપણને નહીં ફાવે...


કહું તો માછલી ની આંખમા ડુબકી દઈ આવું,


પણ આ છીંછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે...

💞 LOVE 💞 RAIN 💞

તુ નહીં આવે તો તારું ના આવવાનું પણ ફાવશે અમને,


પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે...


તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,


તું દિલ આપી દે પાછું આપણને નહીં ફાવે...

                                                             - ખલીલ ધનતેજવી

Post a Comment

0 Comments