રોટલી ના લોટમાં

 પ્રીત પરખાવી દીધી મેં રોટલી ના લોટમાં, 


જાત ભભરાવી દીધી મેં રોટલી ના લોટમાં.


જો જરા વર્તન તુ નરમ રાખે તો તુ ખીલી શકે,


વાત સમજાવી દીધી મેં રોટલી ના લોટમાં.


આવશે હમણાં ને એ પુછશે કે કેમ છે,


યાદ મમળાવી દીધી મેં રોટલી ના લોટમાં.


અરે એક નાની વાત માં કેટલું બોલ્યા હતા,



આંખ છલકાવી દીધી મેં રોટલી ના લોટમાં.


લોટ પાણી મોણ મા નુ વ્હાલ આ છે રેસિપી,


રીત બદલાવી દીધી મેં રોટલી ના લોટમાં.


ભુખ બવ લાગી હશે અને તડકો પણ છે કેટલો,


હુંફ સરકાવી દીધી મેં રોટલી ના લોટમાં.


આમ તો છે રોજ નુ કામ દર્શન છતા,


સાંજ હરકાવી દીધી મેં રોટલી ના લોટમાં.


પ્રીત પરખાવી દીધી મેં રોટલી ના લોટમાં...........

                 -Darshan

Post a Comment

2 Comments