શિયાળાની એ સાંજે મળવું, યાદ આવી ગયું,નદી કાંઠે કડક ચા નું પીવું, યાદ આવી ગયું.
મધુર એવી ગોષ્ઠીઓમાં ખોવાઈ જવું અને,અચાનક મારી જોડે લડવું, યાદ આવી ગયું.
બાંકડે બેસી ગરમ મકાઈ ખાતા મસ્તી કરતા,તારું ચકલીની જેમ ચહેકવું, યાદ આવી ગયું.
શિયાળાની એ ગુલાબી રમણીય સાંજ મહી,આપણી ઘડકનનું એક થવું, યાદ આવી ગયું.
આજે બેઠો છે "દર્શન” એકલો બાંકડે,તારા સાથ સાથે મલકાવવું, યાદ આવી ગયું. - Darshan patel
તારો ચહેરો જોઈ, મનમાં ને મનમાં મલકાય છે,તારી ખુદની લટો કેવી તારી આંગળીઓમાં ફેરવાય છે,
તારા હાસ્ય પાછળની નિખાલસતા નીહાળી,હૃદયમાં છૂપાયેલો વ્હાલ ભરપૂર છલકાય છે,
તને તો ખબર જ નહી હશે ને 'વ્હાલી', દરેક ગલીમાં તારા રૂપના દીવાના ભટકાય છે,
આમ તો સમય લાગી જાય છે ’દર્શન' ને રચતા,પણ તને જોય ને રોજ એક કવિતા લખાય છે,
તને તો લાગીશું અમે આશિક કવિ સમાન,અરે ! આ શબ્દો થકી જ તો એક પ્રેમી વખણાય છે.- Darshan Patel
ક્યાંક તું અને હું મળશું,તે રસ્તાની તલાશ આજે પણ છે...
ખોવાઇ ગયેલી મારી દુનિયામાં,તને શોધવાનો વિચાર આજે પણ છે...
દુભાયેલ મનનાં પટમાં,અંકાયેલું તારું ચિત્ર આજે પણ છે...
ઘણું કહેવું હતું પણ રહી ગયું,તેનો અફસોસ આજે પણ છે...
જાગી ને થાય છે રાત્રિઓ પસાર,તારા સ્વપનો નો ડર આજે પણ છે...
હું ઘાયલ પણ નથી અને ગાલીબ પણ નથી,છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે... - Darshan Patel
જરા જો મારી આતુરતા છે 4G જેવી, ને તું સાવ મને જવાબ આપે 2G માં.
સંવેદનાઓ મારી છે ભરપુર એવી તો, તું જરી આંગળી અડાડને પ્રેમથી Touch Screen માં.
ક્યારનોય Download થયો છું તારામાં, હવે તો ઈન્સટોલ કર તારી System માં.
કોક દિવસ તો જોઈ લે ધરાઈને હ્રદયથી, કે ખાલી રાખ્યો છે મને Memory card માં.
ડચકા ખાવું છું તારા નબળા તરંગો થી, થોડીક ઝડપ વધાર તારા Network માં.
- DARSHAN
અઢળક શબ્દોમાં રજુઆત કરી, છતા વાત હંમેશા અધુરી રહી ગઈ.
રાહ જોતા-જોતા ફરી સવાર નિહાળી, ખબર ના રહી ક્યારે આ રાત વીતી ગઇ.
હૈયે રાખી હતી હંમેશા છુપાવી ને, એ લાગણી આંસુ થકી સરકી ગઈ.
હકીકત સમી હતી નજરો સામે, સ્વપ્ન બની યાદોમાં રહી ગઈ.
બહુ ખાસ કંઈ કહેવુ નહોતુ આજે, અક્ષર સહ વેદના મૌનમા સમાઇ ગઇ,
"કાનુડા" ને શબ્દમાં કંડારતા "રાધા” આજે ફરી એક "કવિતા" લખાય ગઇ. - DARSHAN
કાનુડે કરી છે ફરીયાદ,ગોકુળ માં BSNL બંધ છે,અને મને આવી છે રાધા ની યાદ,કવરેજ માં હોય ત્યારે કામ માં હોય રાધા,
અને Lanline પારકા ઉપાડે,
કેટલાય Recharge મેં એને મથુરા થી મોકલ્યાં,
તોય રાધા મારો Phone ના ઉપાડે,
SMS થી દેતી નથી દાદ,
રાધા ને કૃષ્ણ એ કરી છે ફરીયાદ,
સંબંધો ભલેને સાવ પૂરા થઈ ગયા હોય,
પણ Missed call કરવાનો વ્યવહાર તો રાખ,
Samsung ના Instrument છોડ રાધા ગોરી,
હવે E-mail નો સ્વાદ તો જરા ચાખ,
WhatsApp પર કરને એક સાદ,
આજ કાનુડા એ કરી છે ફરીયાદ.
- DARSHAN
કોલેજની મસ્તીઓ યાદ આવે હવેતો, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ફ્રિ ટાઈમની મસ્તીને, લેક્ચરમાં વાતુ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRની ખોટી ધમકીને, ચીડવતો ક્લાસ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRUSH ના ડખાને, લાઈબ્રેરી ની સજા, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
પ્રેક્ટિકલ માં વાતુને, પછી ટેસ્ટ માં રજા, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ટોઈલેટની મિટિંગને, લેક્ચરની પનીશ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
- Darshan Patel
Social Plugin