અઢળક શબ્દોમાં રજુઆત કરી,
છતા વાત હંમેશા અધુરી રહી ગઈ.
રાહ જોતા-જોતા ફરી સવાર નિહાળી,
ખબર ના રહી ક્યારે આ રાત વીતી ગઇ.
હૈયે રાખી હતી હંમેશા છુપાવી ને,
એ લાગણી આંસુ થકી સરકી ગઈ.
સ્વપ્ન બની યાદોમાં રહી ગઈ.
બહુ ખાસ કંઈ કહેવુ નહોતુ આજે,
અક્ષર સહ વેદના મૌનમા સમાઇ ગઇ,
"કાનુડા" ને શબ્દમાં કંડારતા "રાધા”
આજે ફરી એક "કવિતા" લખાય ગઇ.
- DARSHAN
0 Comments