તારા હોઠની સરહદ લખું કે,
તારા ગાલોના ખાડા લખું?
તારી અણિયાળી આંખો લખું કે,
તારા કમાન જેવા નેણ લખું?
![]() |
💕 LOVE 💕 |
તારું ધારદાર નાક લખું કે,
તારી જીભને ધારદાર લખું?
તારી કાન પાછળની લટ લખું કે,
તારા કમર સુધીના વાળ લખું?
હું શું લખું તારા વિશે કે!!
તું આવી નહિ એમ લખું કે,
આ વાત અધૂરી લખું?
- DARSHAN
0 Comments