અઢળક શબ્દોમાં રજુઆત કરી, છતા વાત હંમેશા અધુરી રહી ગઈ.
રાહ જોતા-જોતા ફરી સવાર નિહાળી, ખબર ના રહી ક્યારે આ રાત વીતી ગઇ.
હૈયે રાખી હતી હંમેશા છુપાવી ને, એ લાગણી આંસુ થકી સરકી ગઈ.
હકીકત સમી હતી નજરો સામે, સ્વપ્ન બની યાદોમાં રહી ગઈ.
બહુ ખાસ કંઈ કહેવુ નહોતુ આજે, અક્ષર સહ વેદના મૌનમા સમાઇ ગઇ,
"કાનુડા" ને શબ્દમાં કંડારતા "રાધા” આજે ફરી એક "કવિતા" લખાય ગઇ. - DARSHAN
કાનુડે કરી છે ફરીયાદ,ગોકુળ માં BSNL બંધ છે,અને મને આવી છે રાધા ની યાદ,કવરેજ માં હોય ત્યારે કામ માં હોય રાધા,
અને Lanline પારકા ઉપાડે,
કેટલાય Recharge મેં એને મથુરા થી મોકલ્યાં,
તોય રાધા મારો Phone ના ઉપાડે,
SMS થી દેતી નથી દાદ,
રાધા ને કૃષ્ણ એ કરી છે ફરીયાદ,
સંબંધો ભલેને સાવ પૂરા થઈ ગયા હોય,
પણ Missed call કરવાનો વ્યવહાર તો રાખ,
Samsung ના Instrument છોડ રાધા ગોરી,
હવે E-mail નો સ્વાદ તો જરા ચાખ,
WhatsApp પર કરને એક સાદ,
આજ કાનુડા એ કરી છે ફરીયાદ.
- DARSHAN
કોલેજની મસ્તીઓ યાદ આવે હવેતો, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ફ્રિ ટાઈમની મસ્તીને, લેક્ચરમાં વાતુ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRની ખોટી ધમકીને, ચીડવતો ક્લાસ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRUSH ના ડખાને, લાઈબ્રેરી ની સજા, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
પ્રેક્ટિકલ માં વાતુને, પછી ટેસ્ટ માં રજા, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ટોઈલેટની મિટિંગને, લેક્ચરની પનીશ, થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
- Darshan Patel
Social Plugin