શિયાળાની એ સાંજે મળવું, યાદ આવી ગયું,નદી કાંઠે કડક ચા નું પીવું, યાદ આવી ગયું.
મધુર એવી ગોષ્ઠીઓમાં ખોવાઈ જવું અને,અચાનક મારી જોડે લડવું, યાદ આવી ગયું.
બાંકડે બેસી ગરમ મકાઈ ખાતા મસ્તી કરતા,તારું ચકલીની જેમ ચહેકવું, યાદ આવી ગયું.
શિયાળાની એ ગુલાબી રમણીય સાંજ મહી,આપણી ઘડકનનું એક થવું, યાદ આવી ગયું.
આજે બેઠો છે "દર્શન” એકલો બાંકડે,તારા સાથ સાથે મલકાવવું, યાદ આવી ગયું. - Darshan patel
તારો ચહેરો જોઈ, મનમાં ને મનમાં મલકાય છે,તારી ખુદની લટો કેવી તારી આંગળીઓમાં ફેરવાય છે,
તારા હાસ્ય પાછળની નિખાલસતા નીહાળી,હૃદયમાં છૂપાયેલો વ્હાલ ભરપૂર છલકાય છે,
તને તો ખબર જ નહી હશે ને 'વ્હાલી', દરેક ગલીમાં તારા રૂપના દીવાના ભટકાય છે,
આમ તો સમય લાગી જાય છે ’દર્શન' ને રચતા,પણ તને જોય ને રોજ એક કવિતા લખાય છે,
તને તો લાગીશું અમે આશિક કવિ સમાન,અરે ! આ શબ્દો થકી જ તો એક પ્રેમી વખણાય છે.- Darshan Patel
Social Plugin