ક્યાંક તું અને હું મળશું,તે રસ્તાની તલાશ આજે પણ છે...
ખોવાઇ ગયેલી મારી દુનિયામાં,તને શોધવાનો વિચાર આજે પણ છે...
દુભાયેલ મનનાં પટમાં,અંકાયેલું તારું ચિત્ર આજે પણ છે...
ઘણું કહેવું હતું પણ રહી ગયું,તેનો અફસોસ આજે પણ છે...
જાગી ને થાય છે રાત્રિઓ પસાર,તારા સ્વપનો નો ડર આજે પણ છે...
હું ઘાયલ પણ નથી અને ગાલીબ પણ નથી,છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે... - Darshan Patel
Social Plugin