વૅબસાઈટ ઉપર મળે છે સનમ ...

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ


વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                                                                  

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો


અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ


મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં


તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ


ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ


ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ 

                                                                                   

💖 LOVE 💖

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર


સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ


શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું


સિલિકોન ચિપ કશું કહે છે સનમ


ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો


ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ


દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે


એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ


લાગણી  પ્રૉગ્રામ  થઈ  ગઈ  છે


ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ


આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ


કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

                                                                                        - DARSHAN  

Post a Comment

0 Comments