રૂપ કૈફી હતું આંખો ઘેલી હતી,ને હથેલીમાં એની હથેલી હતી.મન મહેકતુ હતુ ભીના કંપન હતા,એની સાથે મુલાકાત પહેલી હતી.આંખ મા એક દરીયો છુપાયો હતો,પણ શીશુ જેવો નિદોર્ષ ચહેરો હતો.અરે છોકરી જે મારી સામે બેઠી તી,ખુબ અઘરી હતી સાવ સહેલી હતી.એ દર્શન મીઠી મુજવણ હતી હોઠ તો ચુપ હતા,જો હતો તો હતો મૌન નો આસરો.એને જ્યારે કહ્યું હું તને ચાહું છુ,અરે જીંદગી એક પળ માં ઉકેલી હતી.જોત જોતા મા એતો રિસાઈ ગઈ,દુર જઈ ના શકીએ તોય મારાથીએ.ફેરવી તો લીધુ મોઢું છણકો કરી,પીઠ થી પીઠ તો પણ અડેલી હતી.એ દર્શન કેમ સમજા…
Read more બહુ વાતો કરવી છે મારે તારી સાથે,પણ શરુંઆત ક્યાંથી કરું ખબર નથી પડતી.
આમ તો તારા Message ની બહું રાહ જોવ છું,
પણ તારો Message આવે તો વાત શું કરુ ખબર નથી પડતી.
રાહ તો મે બહુ જોઈ તારા જેવા પ્રેમ ની,
પણ તને મળ્યા બાદ પામું કેવી રીતે ખબર નથી પડતી.
નવરાશ ના સમય માં જ નહી હરપળ આ તારી જ યાદ છેં,
પણ આ યાદો ને હું યાદગાર કેવી રીતે કરું ખબર નથી પડતી. -Darshan
છે ધબકારા રટણ માત્ર એક જ,
રુદય નુ રહ્યું છે વલણ માત્ર એક જ.
તને ભુલવા યુગ ઓછા પડે પણ,
તને પામવા ની ક્ષણ માત્ર એક જ.
નિહાળું છું રોજ તને હું,
તારી Smile ની ક્ષણ માત્ર એક જ.
લખુ છું તારા માટે બે લાઈન,
તારા '' દર્શન " ની ક્ષણ માત્ર એક જ.નહી આવશે કોઈ કૃષ્ણ ની તોલે ,
જગત માં થયુ અવતરણ માત્ર એક જ.
છે ધબકારા રટણ માત્ર એક જ......... -Darshan
તમારી યે આંખો ની હરકત નથી ને,
ફરી આ કોઈ નવી આફત નથી ને.
વેરે છે અમને તો આખા ને આખા,
એ પાપણ ની વચમાં જ કરવત તો નથી ને.
વહે છે વહે છે નદીયા આપડી બેવ વચ્ચે,
એ પાણી ની નીચે જ પર્વત તો નથી ને.
નજર ને મળો છો તમે સ્મિત કરતાં,
અમારા સપના ની એ બરકત નથી ને.
તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરા તોય ધરપત નથી ને. -Darshan
પ્રીત પરખાવી દીધી મેં રોટલી ના લોટમાં,
જાત ભભરાવી દીધી મેં રોટલી ના લોટમાં.
જો જરા વર્તન તુ નરમ રાખે તો તુ ખીલી શકે,
વાત સમજાવી દીધી મેં રોટલી ના લોટમાં.
આવશે હમણાં ને એ પુછશે કે કેમ છે,
યાદ મમળાવી દીધી મેં રોટલી ના લોટમાં.
અરે એક નાની વાત માં કેટલું બોલ્યા હતા,
આંખ છલકાવી દીધી મેં રોટલી ના લોટમાં.
લોટ પાણી મોણ મા નુ વ્હાલ આ છે રેસિપી,
રીત બદલાવી દીધી મેં રોટલી ના લોટમાં.
ભુખ બવ લાગી હશે અને તડકો પણ છે કેટલો,
હુંફ સરકાવી દીધી મેં રોટલી ના લોટમાં.
આમ તો છે રોજ નુ કામ દર્શન છતા,
સાંજ હરકા…
Social Plugin